ગુણસાગર ગિરધારી રે૨/૪

પદ ર/૪ ૮૯૨
 
ગુણસાગર ગિરધારી રે.
પ્રાણથકી હરિ છો પ્યારા, હું તો અબળા દાસી તમારી રે. ટેક
મેં તો તનસુખ આશા ત્યાગી રે, હું તો તમ સંગે અનુરાગી રે. પ્રાણ ૧
મેં તો તમ સંગ સગપણ કીધું રે, મેં તો જનમતણું ફળ લીધું રે. પ્રાણ ૨
હું તો અતિશે આનંદ પામી રે, મારે કોઇ વિધ ન રહી ખામી રે. પ્રાણ ૩
કહે મુક્તાનંદ રંગ છેલા રે, એક નિમષ ન મેલું વેળા રે. પ્રાણ ૪

મૂળ પદ

રસિયાવર કુંજ વિહારી રે

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી