સુખદાયક શ્રી ઘનશ્યામ, ભજમન ભાવેથી તાપ ટળશે ત્રિવિધિ તમામ ૧/૧

સુખદાયક શ્રી ઘનશ્યામ, ભજમન ભાવેથી

તાપ ટળશે ત્રિવિધિ તમામ..... ભજમન..
જીંદગાની તણો નીરધાર નહીં,
પ્રભુનામ રૂપી ધન લેને લઇ,
વ્હાલો દોહ્યલી વેળાનાં છે દામ..... ભજમન..
કામ, ક્રોધ, લોભ મોહને મૂકી દઇ,
પંચ વિષયના પાનને થુંકી દઇ,
મુખે લેને નારાયણ નામ..... ભજમન..
માન મત્સર ઇર્ષાને અળગા કરી,
ખોટા ડોળ પાખંડને પરહરી,
શુદ્ધ ભાવે થઇ નિષ્કામ..... ભજમન..
સુખસાગર સહજાનંદ સહેજે મળે,
લખચોરાશી જન્મના ફેરા ટળે,
મનમોહન અંતરના આરામ..... ભજમન..
સુખદાયક છો શ્રી હરિ, દુ:ખદાયક સંસાર,
મનમોહન ભાવે ભજો, પૂરણ કરીને પ્યાર
સં.- 2007 અષાઢ શુદ - 15 બુધવાર.

મૂળ પદ

સુખદાયક શ્રી ઘનશ્યામ, ભજમન ભાવેથી

મળતા રાગ

ઝુલે ઝુલે છે જગતની માત અંબા ઝુલે છે

રચયિતા

મનમોહન

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી