જગમાં જન્મીને શું શું કર્યું તે વિચારો માનવ તન પામી જીતેલી બાજી શીદ હારો ૧/૧

જગમાં જન્મીને શું શું કર્યું તે વિચારો,માનવ તન પામી જીતેલી બાજી શીદ હારો,
પાંચ પચ્ચીસ પચ્ચાસ વર્ષમાં ભરવોછે ઉચાળો,અવધી પૂરી થાતાં આતમ, તનથી થાશે ન્યારો રે.....  જગમાં..
કામ ક્રોધ ને લોભ મોહમાં, વહી જશે જન્મારો,સુત્તવિત્ત દારાની સેવામાં, ખેલ ખતમ થાનારો રે.....  જગમાં..
પરધન પરદારા પરહરતાં, પરમ પ્રભુ ઉરધારો,આશા તૃષ્ણા અળગી મૂકી, સાધી લ્યો સરવાળો રે.....  જગમાં..
હરદમ હેતે હરિને સમરો, મીથ્યા મૂકો લવારો,મનમોહન ઘનશ્યામ ભજીને, ઉતરજો ભવ આરો રે.....  જગમાં..
કામ ક્રોધને લોભમાં, જીવન વિતી જાય,મનમોહન પ્રભુ વિસરતાં, પસ્તાવો રહી જાય.

સં- 2009 ના શ્રાવણ વદ - 8. 

મૂળ પદ

જગમાં જન્મીને શું શું કર્યું તે વિચારો

મળતા રાગ

પંખીનો મેળો ભેળો રહે કેમ ભાઇ

રચયિતા

મનમોહન

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી