વાલા તારા નેણને જોઇ રીયું મારું મનડું મોહી૨/૪

પદ ર/૪ ૯૪૮

વાલા તારા નેણને જોઇ રીયું મારું મનડું મોહી.ટેક

નેણાં તમારા વાલા અતિ સુખકારીરે.

નિરખતા નાખે છે સંતાપને ખોઇ. વાલા ૧

વ્રજ વનિતાને તમે વસ્ય કરી લીધી રે,

નેણુંને બાણે નાખ્યું અંતર પ્રોઇ. વાલા ૨

નેણ ભરીને તમે જેને નિરખો છો રે,

તેને નથી કરવું રેતુ સાધન કોઇ. વાલા ૩

મુક્તાનંદ કહે નેણ તણો રસ,

ગોપીજન જેવા પ્રેમી જાણે સોઇ. વાલા ૪

મૂળ પદ

મનોહર શામ સુહાગી મુને તારી મોહની લાગી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૨
Studio
Audio
0
0