અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર અકળ ગતિ છે તમારી રે ૧/૧

અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર, અકળ ગતિ છે તમારી રે -હોજી..
પાર તમારો કોઇ નવ પામે, કળા તમારી ન્યારી મારા ઇશ્વર -           અકળ..1
રામતણાં અવતારે વ્હાલા, વનગયા વનમાળી રે - હોજી..
પિતા વચનને પૂરણ કરવા, પોતે પ્રતિજ્ઞા પાળી મારા ઇશ્વર -          અકળ..2
વનની વાટ બહુ જીવ તાર્યા, સતિ અહલ્યા ઉદ્ધારી રે - હોજી..
રણસંગ્રામે રાવણ માર્યો, ધનુષ્ય કરમાં ધારી મારા ઇશ્વર -               અકળ..3
કૃષ્ણતણા રૂપ પ્રભુ મારા, આપ થયા અવતારી રે - હોજી..
મથુરા ગોકુળ વૃંદાવનમાં કીધાં ચરિત્રો ભારી મારા ઇશ્વર -               અકળ..4
પય પાને પુતના સંહારી, ઉદ્ધારી કુબજા નારી રે - હોજી..
કંસ વિદારી વ્રજજન તાર્યા, ગિરિગોવર્ધન ધારી મારા ઇશ્વર -           અકળ..5
વેદ પુરાણે બહુ જશ ગાયા, અગણિત પાવનકારી રે - હોજી..
મનમોહન ગુણ ગાઉં તમારા, નિશદિન અંતરધારી મારા ઇશ્વર -      અકળ..6


અકળગતિ પ્રભુ આપની, કોઇ ન પામે પાર,
મનમોહન ગુણ ગાઇને, ઉતરીયે ભવ પાર.


સં. 2005 મહાશુદ 14 શનીવાર.


 

મૂળ પદ

અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર

મળતા રાગ

ગોવિંદની ગતિ ન્યારી મારા હરિજન

રચયિતા

મનમોહન

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી