ગુણવંતા રે તારી પાઘ અજબ પેચાળી;૩/૪

પદ ૩/૪ ૯૬૫
 
ગુણવંતા રે તારી પાઘ અજબ પેચાળી;જોતાં વસ્ય થઇ રે વનમાળી.  ટેક
કાજુ ફૂલડાના તોરા ઝુકીને રયા;હું તો ભુલી છું તન સુધ ભાળી.  ગુણવંતા ૧
કાંને કુંડળ ફૂલડાનાં અજબ બન્યા,તારી આંખડલી અણિયાળી.  ગુણવંતા ૨
તારૂં જળહળે ભાલ વિશાળ ઘણું,તારી ભ્રકુટી ભમર સમ કાળી.  ગુણવંતા ૩
વાલા મુક્તાનંદના નાથ તમે,મુને લોકની લાજથી ટાળી.  ગુણવંતા ૪ 

મૂળ પદ

રસીયાજીરે તારૂં રૂપ જોઇ મોઇ,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી