રસિયાજી માકે મોલ રહો ઘનશ્યામ૩/૪

પદ ૩/૪ ૯૮૧

રસિયાજી માકે મોલ રહો ઘનશ્યામ. ટેક

ચુની ચુની કલીયાં મેં સેજ બીછાઇ, થા કારણ સુખધામ. રસિયાજી ૧

થારાહી ચરણ કમલ નીત સેવું, સુખ નીધી આઠું જામ. રસિયાજી ૨

થારે વિના મેં કીણ વિધ જીવું, અન્ય સુખ કીયો હે હરામ. રસિયાજી ૩

મુક્તાનંદરા નાથ હમારો, તુમ એક ઠરનકો ઠામ. રસિયાજી ૪

મૂળ પદ

થાસેં મન માન્‍યો છે હોજી શ્રી વ્રજચંદ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ઉત્પત્તિ

ઉત્પત્તિઃ- અક્ષરધામાધિપતિ પૂર્ણપુરુષોત્તમ નારાયણ જેને ગુરુ માનતા, હરમંમેશ જેની પ્રશંસા કરતા, વારે વારે મીઠે વેણે બોલાવી માન આપતા છતાં મુક્તાનંદસ્વામી તો દાસના દાસ થઈને રહેતા. દુઃખનો અગ્નિ જેને દઝાડી નથી શક્યો, સુખની વર્ષા જેને ભીંજવી નથી શકી અને પ્રશંસાનું પાણી જેને પલાળી નથી શક્યું એવા મુક્તાનંદસ્વામીના જીવનનો આ એક મહત્વનો પ્રસંગ છે. એક વખત ગઢપુરમાં દાદાખાચરના દરબારગઢમાં લીંબુતરુ નીચે મહારાજ બિરાજ્યા છે. સૌ સંતો-ભક્તો દર્શને આવે છે, પણ ગઢની ડેલીમાં કૂતરાએ મળ કરેલ તે જોઈ આવનાર દરેક સંતો ભક્તો નાક આડો હાથ દઈને બોલે છે કે, “અરરર…! કૂતરાને છે કાંઈ ખબર? અહીં રસ્તામાં મળ કર્યું! વળી કોઈ સાફ પણ નથી કરતું.” આમ, બોલતાં બોલતાં દર્શન કરી સભામાં બેસી જાય. આ બધું મહારાજ બેઠાં-બેઠાં જુએ છે. એવામાં મુક્તાનંદસ્વામી પણ આવ્યાં. તેણે પણ એ મળ જોયું, પરંતુ તેઓએ તો કાંઈ પણ બોલ્યા વગર તે જગ્યા સાફ કરી નાખી અને સ્નાન કરી પછી સભામાં આવી, દંડવત્ કરવા લાગ્યા. એટલે મહારાજે સભામાં બધાને પૂછ્યું કે; “તમે બધા કોના ‘દાસ’ છો ?” એટલે સૌએ કહ્યું કે, “મહારાજ! એમાં તે વળી શું પૂછવાનું હોય? અમે તો તમારા દાસ છીએ ને!” ત્યારે મહારાજ કહે, ના, ના…, તમે બધા માત્ર કહેવાના જ દાસ છો. પણ અમારા ખરા ‘દાસ’ તો આ મુક્તાનંદસ્વામી છે. પેલી ખરાબ જગ્યા જોઈ તમને બધાને ચીતરી જરૂર ચડી, પણ તે જગ્યા સાફ તો મુક્તાનંદસ્વામીએ જ કરી. માટે સાચા દાસ તો એ જ કહેવાય.” એમ કહી મુક્તાનંદસ્વામીની ખૂબ પ્રશંસા કરી અને સ્વામીને ત્રણ વાર ભેટ્યા. અને છાતીમાં ચરણારવિંદ આપ્યાં. પછી બધાને કહ્યું કે, “જે સાચો દાસ હોય તે સેવાને ગોતે અને ખોટા દાસને સેવા ગોતે” “ દાસ બન્યા વિના સેવા થઈ શક્તી નથી. માટે આ મુક્તાનંદસ્વામી જેવા દાસ બનતાં શીખવું.” એમ કહી મુક્તાનંદસ્વામી ને દાસત્વભાવનાં કીર્તનો ગાવાની આશા કરી. એટલે સ્વામીએ સ્વઅંગ આધારિત નવરચિત પ્રસ્તુત વ્રજભાષાનું આ કીર્તન ગાયું.

વિવેચન

ભાવાર્થઃ- હે રસિયા! મારે મોલ અખંડ રહો ઘનશ્યામ પિયા, ડોલર, ગુલાબ, ચંપો, ચમેલી આદિક અનેક પુષ્પોની કોમળ કળીઓની સેજ કે’તા કોમળ પુષ્પોની પથારી તમારા માટે બિછાવી છે. II૧II હે પ્રભુ! આઠોપહોર હું તમારાં જ ચરણ-કમળની સેવા કરવા ઈચ્છુ છું. તમારા ચરણ-કમળની સેવા વિના અને તમારી મૂર્તિના દર્શ-સ્પર્શના સુખ વિના હું કઈ રીતે જીવી શકું? કારણ કે આપના વિનાનાં તમામ સુખોને તો મેં હરામ કર્યાં છે. સ્વામી કહે છે કે, હે પ્રાણઆધાર! તમે તો અમારું ઠરવાનું ઠામ છો. શાંતીનું સદન છો અને અમારી ગતિ છો. II૨ થી ૪II રહસ્યઃ- પદરાગ સોરઠ છે. વ્રજભાષાના શબ્દોથી પદ લાલિત્યમાં ઔર ઓપ આવે છે. ‘થારા હી ચરણકમળ નિત સેવું.’ જેવી સચોટ ઉક્તિથી સ્વામી સ્વઅંગનાં દર્શન કરાવે છે. ‘માકે મોલ રહો ઘનશ્યામ’ ની મુખડાથી કવિ ગુરુભક્તિજનિત શિવ સંકલ્પને દર્શાવે છે. પદરચનામાં ભાષા કઠિન છે. ને પ્રાસરચના સાહજિક છે. પદ સુગેય છે. તાલ કહેરવા છે. પદના મુખડાનો ઉપાડ અદ્ભુત છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

હરિકૃષ્ણ પટેલ (સ્વરકાર)
બેઠે ધર્મકુંવર ઘનશ્યામ
Studio
Audio
1
1