લે લાગી રે મારે લે લાગી, મરમાળા શુ મારે લે લાગી.૧/૪

પદ ૧/૪ ૧૦૨૮

રાગ : પરજ ટેક.

લે લાગી રે મારે લે લાગી, મરમાળા શુ મારે લે લાગી. ટેક

મધ્યરાત્રે રે વ્હાલે મોરલી વજાડી, સાંભળતામાં ઝબકી જાગી. મરમાળા ૧

બંસીને નાદે હું તો ઘાયલ થઇ છું, લોકતણી લજજા ત્યાગી. મરમાળા ૨

નંદના નંદનસું નેહ બંધાણો, મનડાની ભ્રમણા ભાગી. મરમાળા ૩

મુક્તાનંદના નાથને મળતા, અતિસે થઇ હું તો બડભાગી. મરમાળા ૪

મૂળ પદ

લે લાગી રે મારે લે લાગી, મરમાળા શુ મારે લે લાગી.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
વિનોદભાઈ પટેલ

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

પરંપરાગત (સ્વરકાર)
પ્રાતઃસમે
Studio
Audio
0
0