હરિ ભજતાં સહુ મોટપ પામે, જનમ મરણ દુઃખ જાયે રે. ૧/૮

પદ ૧/૮ ૧૦૪૦
રાગ : સામેરી
હરિ ભજતાં સહુ મોટપ પામે, જનમ મરણ દુઃખ જાયે રે.
પારસ પરસી લોહ કંચન થઇ, મોંઘે મુલ વેચાયે રે. ટેક
મુનિ નારદની જાતને જોતાં, દાસી પુત્ર જગ જાણે રે;
હરિને ભજી હરિનું મન કેવાણા, વેદ પુરાણ વખાણે રે. હરિ ૧
રાધાજી અતિ પ્રેમ મગન થઇ, ઉર ધાર્યા ગિરધારી રે;
હરિવર વરી હરિ તુલ્ય થયાં, જેનું ભજન કરે નરનારી રે. હરિ ૨
શ્યામળીયાને શરણે જે આવે, તેનાં તે ભવદુઃખ વામે રે;
મુક્તાનંદના નાથને મળતાં, અખંડ એવાતણ પામે રે. હરિ ૩

મૂળ પદ

હરિ ભજતાં સહુ મોટપ પામે, જનમ મરણ દુઃખ જાયે રે.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પ્રવિણભાઇ ઝવેરી

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

પરંપરાગત (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૮
Live
Audio
2
2