પ્રેમી જનને વશ પાતળીઓ, શ્યામ સુંદર સુખકારી રે; ૨/૮

પદર/૮ ૧૦૪૧
પ્રેમી જનને વશ પાતળીઓ, શ્યામ સુંદર સુખકારી રે;
જાતિ વરણ ને રૂપે ન રીઝે, પ્રભુજીને ભક્તિ પ્યારી રે.ટેક
પ્રેમ ન નીપજે દેશ વિદેશે, પ્રેમ ન હાટે વેચાય રે,
પ્રેમના પાસંગમાં શિર સોપેં, તે જન પ્રેમી થાય રે. પ્રેમી ૧
પ્રેમની વાત સુણી પરીક્ષિત, સવળી સમજ નવ લીધી રે;
સમજીને શુક મુનિએ રસને છપાડયો, મોક્ષ રીત કહી દીધી રે. પ્રેમી ૨
વ્રજવનિતાના પ્રેમની આગે, ઉડ્યા કોટિ કબીરા રે;.
મુક્તાનંદ એ પ્રેમનો મારગ, સમજે સંત સુધીરા રે. પ્રેમી ૩

મૂળ પદ

હરિ ભજતાં સહુ મોટપ પામે, જનમ મરણ દુઃખ જાયે રે.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન ભક્તિ ભાગ-૧
Live
Audio
12
5
 
નમુનો
આખું
ડાઉનલોડ
ગંગાસાગર સ્વામી

શ્રી સ્વામિનારાયણ આશ્રમ (મંદિર) ભુપતવાલા, શ્રી સ્વામિનારાયણ માર્ગ, પીન.૨૪૯૪૧૦. હરિદ્વાર,ઉત્તરાખંડ. ફોન્.(01334) 26100 મો.+91 9412074551,+91 9879615551

પરંપરાગત (સ્વરકાર)
ગંગામૃત સરિતા ભાગ-૪
Studio
Audio
7
0