શ્રીજી પધારો હો મારે મંદિરિયે, ધર્મકુંવરીયા હો ૧/૧

શ્રીજી પધારો હો મારે મંદિરીયે, ધર્મકુંવરીયા હો - મારે મંદિરીયે

પ્યારા પ્રભુ મન મંદિર અમારા, પાવન કરવા હો - મારે મંદિરીયે

તોરણ બંધાવું આશોપાલવના, ફૂલડા વેરાવું હો - મારે મંદિરીયે

સહજાનંદ પ્યારા રહો નહિ ન્યારા, આવી બિરાજો હો - મારે મંદિરીયે

સુંદીર નીર પંચામૃત સાથે, નાવણ કરાવું હો - મારે મંદિરીયે

સોનેરી કોરના પીળો પીતાંબર, પ્રેમે પહેરાવું હો - મારે મંદિરીયે

વિધવિધના પકવાન કરાવું, મેવા મધુરા હો - મારે મંદિરીયે

જુગતે જમાડું પ્યારા વ્હાલમજી, કોડ અધુરા હો - મારે મંદિરીયે

કંચન કળશમાં જળ જમુનાના, ચળું કરાવું હો - મારે મંદિરીયે

લવીંગ સોપારી પાનના બીળલાં, મુખવાસ કરાવું હો - મારે મંદિરીયે

મોહન મેર કરો અમ ઉપર, ઉત્તારૂં આરતી હો - મારે મંદિરીયે

મૂળ પદ

શ્રીજી પધારો હો મારે મંદિરીયે, ધર્મકુંવરીયા હો

રચયિતા

મનમોહન

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી