તમ સંગ મન માન્યું મનમોહન, નટવર નંદ દુલારા રે, ૮/૮

પદ ૮/૮ ૧૦૪૭
તમ સંગ મન માન્યું મનમોહન, નટવર નંદ દુલારા રે,
તમ વિના પળ કલ્પસમ વીતે, નાથ ન રહો પળ ન્યારા રે.ટેક
નેણને બાણે હું નાથ વેધાણી, અળગું તે કેમ રહેવાય રે, .
બોલ્યું ન ગમે બીજા કોઇનું, મંદિર ખાવા ધાય રે. તમ ૧
સગુ કુટુંબ, પીયર સાસરીયું, તમ વિના સૌ વિખ જેવું રે,
મન કર્મ વચને હું દાસી તમારી, ચરણકમળ નિત્ય સેવું રે. તમ ૨
નાથજી પળ એક ન્યારા ન રહેવું, એ વર મુજને આપો રે,
મુક્તાનંદના નાથ રસીલા, પોતાની કરી સ્થાપો રે. તમ ૩

મૂળ પદ

હરિ ભજતાં સહુ મોટપ પામે, જન્મમરણ દુ:ખ જાયે રે

મળતા રાગ

સામેરી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન ભક્તિ ભાગ-૧
Studio
Audio
0
0