કૃષ્ણ સ્વરૂપ હરિ, પ્યારા મુને કૃષ્ણ સ્વરૂપ હરિ૩/૪

પદ ૩/૪ ૧૦૫૦
 
કૃષ્ણ સ્વરૂપ હરિ, પ્યારા મુને કૃષ્ણ સ્વરૂપ હરિ.  ટેક.
શ્રીઘનશામ સદા સુખસાગર, નીરખું પ્રેમ ભરી.    પ્યારા ૧
તીરથ મિષે પૃથ્વી કરી પાવન, વર્ણિવેષ ધરી.    પ્યારા ૨
ધર્મસહિત ભક્તિ દ્રઢ સ્થાપી, અધર્મ દૂર કરી.     પ્યારા ૩
મુક્તાનંદ કહે ત્રિભુવનમાં, જશ તે રહ્યો પ્રસરી.    પ્યારા ૪ 

મૂળ પદ

ગુણવંત ગિરધારી, પ્રગટ થયા ગુણવત ગિરધારી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી