હરિને નિરખ્યા મેં નેણાંભરી રે સુંદર શોભે છે શણગાર ૧/૧

હરિને નિરખ્યા મેં નેણાંભરી રે, સુંદર શોભે છે શણગાર - હરિને..

માથે મુગટ અનુપમ શોભતો રે, હીરામાણેકનાં ઝળકાર - હરિને..

ભાલે કેસર તિલક સોહામણું રે, વચ્ચે કુમકુમ ચંદ્રક સાર - હરિને..

ધાર્યા ગુચ્છ ગુલાબી કાનમાં રે, શોભે કુંડળ મકરાકાર - હરિને..

જરકશી જામો અંગે ઓપતો રે, ઉરમાં ડોલરીયાના હાર - હરિને..

વ્હાલે પીળાં પિતાંબર પહેરીયાં રે, ચરણે ઝાંઝરનો ઝણકાર - હરિને..

સુંદર ચાંખડીઓ ચરણે ધરી રે, તેમાં ઘૂઘરીના ઘમકાર - હરિને..

અગણિત આભુષણ અંગે ધર્યા રે, જેની શોભા અપરંપાર - હરિને..

મૂર્તિ સુંદર શ્રી ઘનશ્યામની રે, છે મનમોહન તારણહાર - હરિને..

નિરખ્યા મેં નેણાભરી, શોભે છે શણગાર,

મનમોહન મનહર પ્રભુ, સુંદર ધર્મકુમાર.

સં. 2011 અષાઢ વદ - 13 શનિવાર.

મૂળ પદ

હરિને નિરખ્યા મેં નેણાંભરી રે

મળતા રાગ

હંસલો ચાલ્યો જવાનો એકલો રે

રચયિતા

મનમોહન

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી