ભજ મન સુંદર શ્રી ઘનશ્યામ દિવ્ય મનોહર મૂર્તિ જેની મંગળમય સુખધામ ૧/૧

ભજ મન સુંદર શ્રી ઘનશ્યામ
દિવ્ય મનોહર મૂર્તિ જેની
મંગળમય સુખધામ.......ભજમન
પૂરણ ચંદ્ર સમાન પ્રકારો
વદન કમળ અભિરામ.......ભજમન
અરૂણ કમળ સમ, લોચન
શોભે ભૃકુટિ સુંદર શ્યામ.......ભજમન
ભાલ વિશાળે, કેસર તિલક
ચંદ્રક શોભા ધામ.......ભજમન
કર કેવા કિરતાર તણાં છે
ભક્તની પૂરે હામ.......ભજમન
શોભા ઉર ઉદરની નિરખી
લાજે કોટિક કામ.......ભજમન
જુગલ ચરણ સુખ શાંતિ
દાતા મનમોહન વિશ્રામ.......ભજમન
દિવ્ય મનોહર મૂરતિ, મંગળમય સુખધામ
મનમોહન મારા પ્રભુ, સુંદર શ્રી ઘનશ્યામ
સં. 2012 કારતક વદ - 11 શુક્રવાર

મૂળ પદ

ભજ મન સુંદર શ્રી ઘનશ્યામ

મળતા રાગ

તજ મન હરિ વિમુખનો સંગ

રચયિતા

મનમોહન

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી