કાનુડાને કોઇ વારે, સૈયર હવે કાનુડાને કોઇ વારે, ૮/૯

પદ ૮/૯ ૧૦૬૭

 કાનુડાને કોઇ વારે, સૈયર હવે કાનુડાને કોઇ વારે,
 કેડ્યે ફરે છે શીદ મારે. ટેક
 જમુનાં જળ ભરવા કેમ જઇએ રે, આવી બેસે જળ આરે.  સૈયર ૧
 લોકની લાજ મરજાદ ન રાખે રે, તે જ કરે જે મન ધારે.  સૈયર ૨
 સર્વે લોકમાં કર્યાં છતરાયાં રે, આલ્ય કરીને આલિંગ્યા રે.  સૈયર ૩
 મુક્તાનંદ કહે ચાકે ચઢાવ્યા રે, અળવિલે અટારે રે.  સૈયર ૪

મૂળ પદ

હરિ હૈયાના હાર છો, જીરે તમે હરિ હૈયાના હાર છો

મળતા રાગ

ગરબી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી