આવો હરિ પૂંછું એકાંતે, રમીયા કે સંગે રાતે રે૫/૬

પદ પ/૬ ૧૦૮૨
 આવો હરિ પૂંછું એકાંતે, રમીયા કે સંગે રાતે રે.
 કે સાથે મન માન્યું વ્હાલા, કહો સત્ય બોલી નંદલાલા રે.  ૨.
 ઘેરાણાં નિંદ્રામાં નેણાં, બોલો છો બીતા મુખ વેણાં રે. 
 કપોળે કાજળ કહો કયાંથી, ચોળાણાં સરખા પણ ત્યાંથીરે
 હૈયામાં હાર ઘણા ખુંતા, શ્યામળીયા કે સંગે સુતા રે. 
 પૂછું છું ચરણે શિર નામી, કહો મુક્તાનંદના સ્વામી રે. 

મૂળ પદ

મારૂં મનમોહન સંગ માન્‍યું, છપાડ્યું કેમ કરી રહે છાનું રે.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી