ગોપીનાથ આવો મારે ઓરડે, તમ સાથે રે વાધ્યો પૂરણ પ્યાર૧/૪

ગોપીનાથ આવો મારે ઓરડે, તમ સાથે રે વાધ્યો પૂરણ પ્યાર
			નાથ આવો મારે ઓરડે		...૧
મેં તો શેરી વળાવીને સજ્જ કરી, શેરડીએ રે વેર્યાં ફૂલ અપાર		-નાથ૦ ૨
મેં તો મોતીડે ચોક પુરાવિયા, પ્રેમે બાંધ્યાં રે તરિયાં તોરણ દ્વાર	-નાથ૦ ૩
મેં તો જુગતેથી તમને જમાડવા, ભાવે ભોજન રે કીધાં વિવિધ પ્રકાર	-નાથ૦ ૪
મેં તો પલંગ બિછાવ્યો પ્રીતશું, વેગે સજિયા રે સોળે શણગાર		-નાથ૦ ૫
હું તો ચાત્રક સરખી થઈ રહી, તમ કારણે રે પ્યારા પ્રાણઆધાર	-નાથ૦ ૬
મારે તમ સંગ પૂરણ પ્રીતડી, તેણે વિષ સમ રે થયો સર્વે સંસાર	-નાથ૦ ૭
મુક્તાનંદના શ્યામ સુજાણ છો, હવે શું કહું રે ઘણું વારંવાર		-નાથ૦ ૮

 

મૂળ પદ

ગોપીનાથ આવો મારે ઓરડે, તમ સાથે રે વાઘ્‍યો પૂરણ પ્યાર

મળતા રાગ

ધોળ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયાહસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
4
2
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનધારા-મારા ઘનશ્યામ
Studio
Audio
6
2