ગોપીનાથ રહો મારા મોલમાં, સુખદાયક રે, પ્યારા શ્રી ઘનશ્યામ.૨/૪

ગોપીનાથ રહો મારા મો’લમાં, સુખદાયક રે પ્યારા શ્રીઘનશ્યામ
			નાથ રહો મારા મો’લમાં		...૧
મેં તો તન ધન તમ અર્થે કર્યું, મારી પૂરો રે હૈડા કેરી હામ		-નાથ૦ ૨
મેં તો શંકા તજી રે સંસારની, તમ સાથે રે કીધી પૂરણ પ્રીત		-નાથ૦ ૩
હું તો હાથ જોડીને હાજર રહું, તમને સેવું રે રસિયા રસરીત		-નાથ૦ ૪
એક નિમિષ ન મેલું હું વેગળા, કરી રાખું રે મારા હૈડાનો હાર		-નાથ૦ ૫
મારે તમથી વાલું બીજું કોઈ નથી, પુરુષોત્તમ રે પ્યારા પ્રાણઆધાર	-નાથ૦ ૬
ક્યારે મરજી લેશ લોપું નહિ, જે જે જોઈએ રે તે તે રાખીશ તૈયાર	-નાથ૦ ૭
મુક્તાનંદના શ્યામ છબીલડા, તમ સાથે રે વાધ્યો પ્રેમ અપાર		-નાથ૦ ૮

 

મૂળ પદ

ગોપીનાથ આવો મારે ઓરડે, તમ સાથે રે વાઘ્‍યો પૂરણ પ્યાર

મળતા રાગ

ધોળ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

પરંપરાગત (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૨
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
0
0