આજ દિવારી રે નટવર નિરખતાં રે, .૧/૪

 પદ ૧/૪ ૧૦૯૮

રાગ : સામેરી
આજ દિવારી રે નટવર નિરખતાં રે, .
સાહેલી મારા પુણ્ય તણો નહિં પાર.                                           ટેક
ભાવે કરી ભેટી રે સુંદર શામને રે,
આનંદે ઉર ધાર્યા અખીલ આધાર.                                            આજ ૧
અંગોઅંગ શોભા રે નિરખી નંદલાલની રે,
સાહેલી હું તો ભુલી આ જગનું ભાન.                                         આજ ૨
રંગડો ચડ્યો છે રે વ્રજરાજનો રે,
હવે હું પ્રેમે થઇ પૂરણ મસ્તાન.                                         આજ ૩
રંગડાને ભીને રે રસિલે સુખ આપીયું રે.
સાહેલી મેં તો એક મુખે ન કેવાય.                                             આજ ૪
મુક્તાનંદનો વાલો રે આવી અઢળક ઢળ્યા રે.
કીધો છે મારો જનમ સુફલ જદુરાય.                                         આજ ૫
 

મૂળ પદ

આજ દિવારી રે નટવર નિરખતાં રે, .

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી