કાનજી કોડીલે રે, કીધી મુંને ઘેલડી રે લોલ૩/૪

પદ ૩/૪ ૧૧૦૦

 કાનજી કોડીલે રે, કીધી મુંને ઘેલડી રે લોલ,
 દેખાડયું વાલે સુખડું અનંત અપાર.  ટેક.
 સગાને સંબંધી રે, દીઠા ન ગમે રે લોલ, .
 સાહેલી મારે ઝેર થયો સંસાર.  કાનજી ૧
 લોપી મેં તો લજયા રે, આ સંસારની રે લોલ. .
 સાહેલી મારે કાન કુંવરસું કામ.  કાનજી ૨
 માથે છેડો નાખી રે, વરી હું વૃજરાજને રે લોલ, .
 પામી હું હવે નિરભે અવિચળ ઠામ.  કાનજી ૩
 ભુલી હું તો ધંધો રે, જુઠો ધન ધામનો રે લોલ, .
 બાંધી છે મારે હરિ સંગ પૂરણ પ્રીત.  કાનજી ૪
 મુક્તાનંદનો વાલો રે, આવી અઢળક ઢળ્યો રે લોલ, .
 સાહેલી મારે થૈ હવે જગમાં જીત.  કાનજી ૫

મૂળ પદ

આજ દિવારી રે નટવર નિરખતાં રે, .

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી