મારે ઘેર આવ્યા રે, સુંદરવર શામળિયો, હરખ ભરી હું હરિને નીરખું ૫/૧૦

મારે ઘેર આવ્યા રે, સુંદરવર શામળિયો...ટેક.
હરખ ભરી હું હરિને નીરખું, પિયુ પ્રીતમ પાતળિયો...મારે૦ ૧
સુખડું દેવા ને મન હરી લેવા, અમ પર અઢળક ઢળિયો...મારે૦ ૨
જાળવિયું જોબન જે સારુ, તે અવસર આજ મળિયો...મારે૦ ૩
લક્ષ્મીનો વર લાડકવાયો, અકળ ન જાયે કળિયો...મારે૦ ૪
આશ્ચર્ય વાત સેજડિયે આવ્યા, બોલે પોતાને પળિયો...મારે૦ ૫
મુક્તાનંદ મોહનની મહેરે, ખોયા દિનો ખંગ વળિયો...મારે૦ ૬
 

મૂળ પદ

મારું મન હરિયું રે, શામળિયે સુખ દઈને

મળતા રાગ

ગરબી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

નોન સ્ટોપ કીર્તન વિગત

નોન સ્ટોપ-૫

મારે ઘેર આવ્યા રે  (૧૧-૨૧)

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
શિવરંજની
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
અજાણ
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

ખેલત રસિયો રાસ-૨ નોન સ્ટોપ-૫
Studio
Audio
0
0