સુખની સીમા રે વ્રજના વાસી માણે૩/૧૦

પદ ૩/૧૦ ૧૧૫૬

સુખની સીમા રે વ્રજના વાસી માણે. ટેક.

લોકડીયાંની લાજે બંધાણા, અવળાને સવળું જાણે. સુખની ૧

ષટ દર્શનમાં ખોળ્યો ન લાધે, નરહરિ નેતરૂં તાણે. સુખની ૨

જે સુખને બ્રહ્મા ભવ ઇચ્છે, સુગમ થયું આ ટાણે. સુખની ૩.

વેદીયા વાદ કરી કરી થાકયા, અગમ અગાધ વખાણે. સુખની ૪

ચતુરાઇએ સ્વપ્નામાં ન આવે, ન મળે નટવર નાણે. સુખની ૫

મુક્તાનંદ એ મરમ અલૌકિક, પ્રેમી ઉરમાં આણે. સુખની ૬.

મૂળ પદ

મારે ઘેર આવ્‍યા રે, સુંદર વર શ્યામળીયો

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ગંગાસાગર સ્વામી

શ્રી સ્વામિનારાયણ આશ્રમ (મંદિર) ભુપતવાલા, શ્રી સ્વામિનારાયણ માર્ગ, પીન.૨૪૯૪૧૦. હરિદ્વાર,ઉત્તરાખંડ. ફોન્.(01334) 26100 મો.+91 9412074551,+91 9879615551

પરંપરાગત (સ્વરકાર)
ગંગામૃત સરિતા ભાગ-૨
Studio
Audio
0
0