સ્વામિનારાયણનું સ્મરણ કરતાં અગમ વાત ઓળખાણી રે ૧/૧

સ્વામિનારાયણનું સ્મરણ કરતાં, અગમ વાત ઓળખાણી રે;
	નિગમ નિરંતર નેતિ કહી ગાવે, પ્રગટને પ્રમાણી રે		...ટેક.
મંગળરૂપ પ્રગટને મેલી, પરોક્ષને ભજે જે પ્રાણી રે;
	તપ તીરથ કરે દેવ દેરાં, મન ન ટળે મસાણી રે		...સ્વા૦
કથા ને કીર્તન કહેતાં ફરે છે, કર્મ તણી જેમ કહાણી રે;
	શ્રોતા ને વક્તા બેઉ સમજ્યા વિનાના, પેટને અર્થે પુરાણી રે	...સ્વા૦
કાશી કેદાર કે દ્વારકા દોડે, જોગની જુક્તિ ન જાણી રે;
	ફેરા ફરીને પાછો ઘરનો ઘરમાં, ગોધો જોડાણો જેમ ઘાણી રે	...સ્વા૦
પીધા વિના પ્યાસ ન ભાંગે, મર પંડ ઉપર ઢોળે પાણી રે;
	મુક્તાનંદ મોહન સંગ મળતાં, મોજ અમૂલખ માણી રે	...સ્વા૦
 

મૂળ પદ

સ્વામિનારાયણનું સ્મરણ કરતાં

મળતા રાગ

ભૈરવી-પ્રભાતી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)
શુક્લ બિલાવલ
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા ભાગ-૨
Studio
Audio
2
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
શુક્લ બિલાવલ


પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હેમંત ચૌહાણ
શુક્લ બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


શ્રીજી વંદના
Studio
Audio
0
0