સખી ગોકુળ ગામનું ભાગ્ય, નવ જાયે કળીયું રે૨/૯

પદ ર/૯ ૧૧૬૫

સખી ગોકુળ ગામનું ભાગ્ય, નવ જાયે કળીયું રે, .

વ્હાલે સર્વે લોકથી સરસ, કર્યું નંદ ફળીયું રે. ટેક

સખી નિત્ય નિત્ય નંદજીને દ્વાર, ઉત્સવ થાય રે, .

ઉઠે આનંદ કેરી છોળ, ગોપીયો ગાય રે. સખી ૧

સખી ધન્ય આ ભૂમિનાં ભાગ્ય, જ્યાં હરિ નાચે રે, .

તેને નિરખી ગોપી ગોપાળ, રંગમાં રાચે રે. સખી ૨

સખી સ્નેહની નજરે નાથ, સહુને ભાળે રે, .

ઘણું મગન કર્યા મસ્તાન, કાનડ કાળે રે. સખી ૩

સખી નિત્ય નિત્ય આનંદ કેળ્ય, કરે અવિનાશી રે, .

જેના દર્શન કારણ દેહ, દમે વનવાસી રે. સખી ૪

સખી શારદા, નારદ, શેષ, વ્રજ રજ વંદે રે, .

જીહાં મુક્તાનંદનો નાથ, રમે આનંદે રે. સખી ૫

મૂળ પદ

સખી ધન્ય ધન્ય વ્રજનો વાસ, ધન્ય નંદરાણી રે,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
રાજેશ વ્યાસ
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
સંકીર્તન સરિતા - મુક્તાનંદ સ્વામી
Studio
Audio
0
0