Logo image

ક્રોધ શાને કરો રે રાધાજી અમ ઉપરે

ક્રોધ શાને કરો રે રાધાજી અમ ઉપરે,
ભોળી મન આંણીને ખોટી રે ભ્રાંત,
સમ ખાઇ સાચુ રે કહું છું હવે કામિની રે.
             જેણે તમે પામો મનમાં રે શાંત...ટેક
આજ મને મળ્યો રે શ્રીદામા ગોવાળિયો રે,
ભાવે કરી ભેટ્યો ભુજ ભરી અંક,
નવસરો હાર રે પહેર્યો તો તેણે કંઠમાં રે,.
             તેનો મારે લાગ્યો છે ઉરમાં રે ડંખ...ક્રોધ ૧
કાજળ સરીખી રે કપોળે રેખા સાઇની રે,
લાગ્યો મારો કાગળ લખતાં રે હાથ,
પીતાંબર સાટે રે પટોળી લીધી પ્રમદા રે, .
             તે તો તમ સારૂં જાણે સહુ સાથ...ક્રોધ ૨
ગોવાળુને સંગે રે આ વેળા થઇ આવડી રે,
તેણે કીધાં કૌતક અનંત અપાર,
મુક્તાનંદનો વાલો રે હસીને કહે કામિની રે,
             એમાં નથી ફેર ને ફાર લગાર...ક્રોધ ૩ 
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
મુક્તાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026