કરુણા કરી ગિરધર ઘર આવ્યા, ન મળે નટવર નાણે રે, ૬/૬

પદ ૬/૬ ૧૧૯૪

 કરુણા કરી ગિરધર ઘર આવ્યા, ન મળે નટવર નાણે રે, .

 આ અવસર જો ન ચેતું સજની, તો સોકલડી સુખ માણે રે.  ટેક

 સોકલડી છે ધૂતારી સજની, અણ તેડી ઘેર આવે રે,

 નિમિષ જો નાથને વેળા રે મેલું તો, ભુધરને ભરમાવે રે.  કરુણા ૧

 એ ચંચલ અમે ભોળાં સજની, છળ બળ એ બહુ જાણે રે,

 મોહનનું મનરંજન કરવા, તક જોઇ આવે ટાણે રે.  કરુણા ૨

 તે માટે કરું હાર હૈયાનો, નિમિષ ન મેલું ન્યારા રે,

 મુક્તાનંદના નાથ રસીલો, પ્રાણ થકી છે પ્યારા રે.  કરુણા ૩

મૂળ પદ

આજ મારું ભાગ્ય અલૌકિક સજની, અલબેલો ઘેર આવ્યા રે

મળતા રાગ

સામેરી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી