સુખદાયક રે સ્વામી સહજાનંદ, પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ૧/૪

પદ ૧/૪ ૧૨૦૭

રાગ : ધોળ

સુખદાયક રે સ્વામી સહજાનંદ, પ્રગટ પુરુષોત્તમ શ્રીહરિ. ટેક

જેનું સ્વામિનારાયણ નામ છે, જેને ભજને રે પામે ભવજળ પાર. પ્રગટ ૧.

જેનાં દર્શન ઇચ્છે મહામુનિ કરુણાનિધિ રે પ્રભુ પરમ ઉદાર. પ્રગટ ૨

વ્હાલે કળિ મઘ્યે અતિ કરુણા કરી, ધાર્યો દ્વિજકુળરે ગુણનિધિ અવતાર. પ્રગટ ૩

વ્હાલે સતયુગસમ ધર્મ સ્થાપીયો, ટાળ્યા નિજજનના મનથી મદમાર. પ્રગટ ૪

એનો જે જને કીધો આશરો, તેતો તરી ગયા રે કુળ સહીત સંસાર.

મુક્તાનંદ કહે મહિમા અપાર છે, કરે નિશદિન રે નેતિ નિગમ પોકાર. પ્રગટ ૫ 

મૂળ પદ

સુખદાયક રે સ્‍વામી સહજાનંદ, પ્રગટ પુરુષોત્તમ શ્રીહરિ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન ભક્તિ ભાગ-૧
Studio
Audio
1
0