પ્રેમે પ્રગટ્યા રે સુરજ સહજાનંદ, અધર્મ અંધારૂં ટાળીયું.૨/૪

પદ ર/૪ ૧૨૦૮

પ્રેમે પ્રગટ્યા રે સુરજ સહજાનંદ, અધર્મ અંધારૂં ટાળીયું. ટેક

માયા રાત્ય મુમુક્ષુની ટળી, થયું હરિ મળતાં પૂરણ પ્રભાત. અધર્મ ૧

સંશય શોક હર્યા સર્વે જીવના, જેણે માની રે પ્રેમે વ્હાલાની વાત.. અધર્મ ૨

જુઠા જ્ઞાની ઉલુક જગમાં હતા, તે સંતાણા રે પાપી પર્વતમાંય. અધર્મ ૩.

કામ ક્રોધ ને લોભ જે ચોર તે, ડરી ભાગ્યા રે રહેવા ઠામ ન કયાંય. અધર્મ ૪.

દેખી સંત કમળવન ફૂલીયાં, દુઃખ પામ્યા રે પાપી કુમુદ અપાર. અધર્મ ૫.

મુક્તાનંદ કે મહાસુખ આપીયું, એને વારણે રે જાઉં વારમવાર. અધર્મ ૬.

મૂળ પદ

સુખદાયક રે સ્‍વામી સહજાનંદ, પ્રગટ પુરુષોત્તમ શ્રીહરિ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય

પ્રભાતિયા-૧
Live
Audio
0
0