કરી કરુણા રે સ્વામી સહજાનંદ, પધાર્યા અખંડ સુખ આપવા.૩/૪

પદ ૩/૪ ૧૨૦૯

કરી કરુણા રે સ્વામી સહજાનંદ, પધાર્યા અખંડ સુખ આપવા. ટેક.

જેનાં દરશનથી દુષ્કૃત ટળે, જેને સ્પર્શે રે પામે પાતક નાશ. પધાર્યા ૧

જેનું શરણ ગ્રહે સુખ પામીયે, વેગે નાશે રે મોહ માયાના પાશ. પધાર્યા ૨

જેનો મહીમા અનંત અપાર છે, શુક શારદ રે મુનિ નારદ ગાય. પધાર્યા ૩.

મતિમંદ ન જાણે એ મર્મને, જેમ ઉલુકને રે રવિ નવ દેખાય. પધાર્યા ૪

વ્હાલો નારદ નિગમના વેણને, સત્ય કરવા રે પોતે શ્રીબદ્રીનાથ. પધાર્યા ૫.

મુક્તાનંદ કે અધર્મ ઉથાપીયો, ભક્તિ જ્ઞાન વૈરાગ્ય સ્થાપ્યા ગ્રહી હાથ. પધાર્યા ૬

મૂળ પદ

સુખદાયક રે સ્‍વામી સહજાનંદ, પ્રગટ પુરુષોત્તમ શ્રીહરિ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0