પોતે પરિબ્રહ્મ રે, સ્વામી સહજાનંદ, નારાયણ પ્રબળ પ્રતાપ છે૪/૪

પદ- ૪/૪ ૧૨૧૦

પોતે પરિબ્રહ્મ રે, સ્વામી સહજાનંદ, નારાયણ પ્રબળ પ્રતાપ છે. ટેક.

વા'લો ભરતખંડનાં નરનારીને, પોતે તપ કરી રે આપે ફળ સોય. બ ૧

હરિના તપ કેરાં પુણ્ય પ્રતાપથી, થયાં શુદ્ધ મનરે હરિજન સર્વ કોય.બ ૨

સ્વામિનારાયણ મુખે ઉચરે, તેને જનમ મરણ જમનો ભય જાય. બ ૩

સરવે નરકના કુંડ ખાલી કર્યા, ભૂખ્યા જમગણ રે કર ઘસી પસ્તાય. બ ૪

પામ્યા અનંત જીવ હરિધામને, તેની ગણના રે કહેતાં શેષ લજાય. બ ૫

મુક્તાનંદ કહે મહિમા અતિ ઘણો, તેને એક મુખે રે કવિ કેટલોક ગાય.બ ૬

મૂળ પદ

સુખદાયક રે સ્‍વામી સહજાનંદ, પ્રગટ પુરુષોત્તમ શ્રીહરિ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
2