આવો રે અલબેલા વ્હાલા, સુંદરવર સુખકારી રે૩/૪

પદ ૩/૪       ૧૨૧૩

આવો રે અલબેલા વ્હાલા, સુંદરવર સુખકારી રે,  ટેક
મારે મંદિરીયે રહો રંગભીના, ગુણસાગર ગિરધારી રે.  આવો ૧
રસિયા તમારૂં રટણ કરૂં છું, ફૂલડે સેજ સમારી રે.  આવો ૨
તમ અર્થે મર્માળારે મોહન, લોકની લાજ વિસારી રે.  આવો ૩
મુક્તાનંદના નાથ હું તમ પર, વ્હાલમજી જાઉં વારીરે.  આવો ૪
 

મૂળ પદ

છોગાળા રણછોડની શોભા, જોઇ મોહ્યું મન મારૂ રે

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી