ઓધાજી અમે શ્યામને શું કહી મેલું રે૧/૪

 

પદ ૧/૪ ૧૨૨૮
રાગ : મેવાડો
ઓધાજી અમે શ્યામને શું કહી મેલું રે. ટેક
આવું કરવું'તું જ્યારે, મારવા'તાં મુઢ મારે,
પીયુડે ન કહ્યું પહેલું રે. ઓધાજી.૧
નેણા કેરાં બાણે મારી, વશ કીધી વ્રજનારી,
ગોકુળિયું કરી ગયા ઘેલું રે. ઓધાજી. ૨
યાદવોમાં જઇ કરી, સબલ શોભે છે હરિ,
કુબજાનું બાંધી બેલું રે. ઓધાજી. ૩
મુક્તાનંદ વ્રજનારી, બોલે છે રીંસની મારી,
સબળ સુધાર્યું છેલું રે. ઓધાજી ૪

 

 

મૂળ પદ

ઓધાજી અમે શ્યામને શું કહી મેલું રે

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
દેવપ્રસાદદાસજી સ્વામી ગવૈયા-ગઢપુર

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

પરંપરાગત (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૨
Studio
Audio
0
0