ધ્યાન ધર ધ્યાન ધર ધર્મના પુત્રનું જે થકી સર્વ સંતાપ નાસે..૧/૮

ધ્યાન ધર ધ્યાન ધર ધર્મના પુત્રનું, જે થકી સર્વ સંતાપ નાસે;
	કોટી રવિ ચંદ્રની કાંતિ ઝાંખી કરે, એવા તારા ઉર વિષે નાથ ભાસે	-૧
શિર પર પુષ્પનો મુગટ સોહામણો, શ્રવણ પર પુષ્પના ગુચ્છ શોભે;
	પુષ્પના હારની પંક્તિ શોભે ગળે, નીરખતાં ભક્તનાં મન લોભે		-૨
પચરંગી પુષ્પના કંકણ કર વિષે, બાંયે બાજુબંધ પુષ્પ કેરા;
	ચરણમાં શ્યામને નૂપુર પુષ્પનાં, લલિત ત્રિભંગી શોભે ઘણેરાં		-૩
અંગોઅંગ પુષ્પનાં આભરણ પહેરીને, દાસ પર મહેરની દૃષ્ટિ કરતાં;
	કહે છે મુક્તાનંદ ભજ દૃઢ ભાવશું, સુખતણા સિંધુ સર્વે કષ્ટ હરતાં	-૪
 

મૂળ પદ

ધ્યાન ધર ધ્યાન ધર ધર્મના પુત્રનું

મળતા રાગ

કેદારો પ્રભાતી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
1
1
 
નમુનો
આખું
ડાઉનલોડ
લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

પરંપરાગત (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૧
Studio
Audio
2
0