રાત રહે પાછલી ચાર ઘટિકા તૈયેં સંતને શયન તજી ભજન કરવું ..૩/૮

રાત રહે પાછલી ચાર ઘટિકા તૈયેં, સંતને શયન તજી ભજન કરવું;
	સ્વામિનારાયણ નામ ઉચ્ચારવું, પ્રગટ પરબ્રહ્મનું ધ્યાન ધરવું	-૧
તે સમે આળ પંપાળ બકવું નહીં, ચિત્ત હરિચરણમાં પ્રોઈ દેવું;
	ગૃહસ્થને જગત જંજાળને પરહરી, કૃષ્ણ ગોવિંદ ગોપાળ કહેવું	-૨
ભજન તજી એ સમે અન્ય ઉદ્યમ કરે, નારકી થાય તે નર ને નારી;
	તે માટે અમુલખ અવસર પામીને, હરિજન સર્વ લેજો વિચારી	-૩
દુર્લભ સાજ તે સુગમ શ્રીહરિ કર્યો, ખોયલા દિવસની ભાંગી ખામી;
	કહે છે મુક્તાનંદ ભજ દૃઢ ભાવશું, શ્રીનારાયણ સત્ય સ્વામી	-૪
 

મૂળ પદ

ધ્યાન ધર ધ્યાન ધર ધર્મના પુત્રનું

મળતા રાગ

કેદારો પ્રભાતી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
સુપ્રભાતમ્
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ (સ્વરકાર)
કીર્તનામૃત
Studio
Audio
0
0