ચાલો ચાલો સૈયરનો સાથ, વૃંદાવન જઈએ રે, સખી છેલ છબીલાને સંગ ૧/૮

ચાલો ચાલો સૈયરનો સાથ, વૃંદાવન જઈએ રે;
	સખી છેલ છબીલાને સંગ, હળી મળી ગાઈએ રે...૧
વહાલો જુવે છે આપણી વાટ, ઊભા છે વનમાં રે;
	સખી આપણે સાથ એકાંત, મળ્યાનું છે મનમાં રે...૨
વહાલે મોરલી લીધી છે હાથ, વજાડે છે ઘેરી રે;
	આવી ઊભા છે જમુનાને તીર, પીતાંબર પેરી રે...૩
વહાલે પેર્યા છે ફૂલડાંના હાર, બાંધ્યા છે બાજુ રે;
	એને લળકે છે કાનમાંહી, કુંડળિયાં કાજુ રે...૪
વહાલે મૃગલાં પમાડયાં મોહ, વંશીને નાદે રે;
	હરિ ગાવે છે સુંદર ગીત, મધુરે સાદે રે...૫
હરિને હેત કરીને હાથ, ઝાલ્યાના છે હેવા રે;
	સખી બ્રહ્માનંદનો નાથ, કહે રમવા જેવા રે...૬
 

મૂળ પદ

ચાલો ચાલો સૈયરનો સાથ, વૃંદાવન જઈએ રે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હેમંત ચૌહાણ

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


ભજન સરિતા
Studio
Audio
0
0