શોભાસાગર શ્યામ તમારી મૂરતિ પ્યારી રે મૂરતિ પ્યારી રે નાખું મારા પ્રાણ વારી રે ૧/૪

શોભાસાગર શ્યામ તમારી મૂરતિ પ્યારી રે,
	મૂરતિ પ્યારી રે નાંખું મારા પ્રાણ વારી રે		...ટેક.
સુંદરતા જોઈ મુખની શશી સુર લજાઈ રે,
	મુખ દેખાડી નવ શક્યા વસ્યા ગગન જાઈ રે	...શોભા૦ ૧
માન હર્યું મણિધરનું શિખા કેશ કાળે રે,
	અવની ઉપર રહી ન શક્યા ગયા પાતાળે રે	...શોભા૦ ૨
ચંચળ લોચન જોઈને લજ્જા પામ્યાં તીન રે,
	ખંજન કુરંગ વને વસ્યાં જળે બૂડયાં મીન રે	...શોભા૦ ૩
ચાલ ચતુરાઈ જોઈને ગજ કરે ધિક્કાર રે,
	પ્રેમાનંદ કહે શિર નાખે ધૂળ વારંવાર રે		...શોભા૦ ૪
 

મૂળ પદ

શોભાસાગર શ્યામ તમારી

મળતા રાગ

પ્રભાતી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
પ્રભાતી
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
સુપ્રભાતમ્
Studio
Audio
3
7
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૨
Studio
Audio
1
1
 
નમુનો
આખું
ડાઉનલોડ


Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
વિરેન ફીચડીયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0