તારા મુખડાની મોરાર, માયા લાગી રે, મેં તો લોકડિયાની લાજ ૭/૮

તારા મુખડાની મોરાર, માયા લાગી રે;
	મેં તો લોકડિયાની લાજ, સરવે ત્યાગી રે...૧
હવે છેડો નાખ્યો શીશ, થઈ દીવાની રે;
	તારી છબી અલૌકિક છેલ, મનડે માની રે...૨
મેં તો તમથી બાંધી પ્રીત, બીજેથી તોડી રે;
	હવે શ્યામળિયા તમ સાથ, બની છે જોડી રે...૩
વાલા ગાવો છો સુંદર ગીત, અલૌકિક લટકે રે;
	તારા છોગલિયાંમાં છેલ, મન મારું અટકે રે...૪
છબી જોઈને સુંદર શ્યામ, લોભાણાં છે નેણાં રે;
	રૂડાં લાગે છે રંગરેલ, વાલા તારાં વેણાં રે...૫
અલબેલા પ્રાણઆધાર, પધારોને પ્રીતે રે;
	વાલા બ્રહ્માનંદના નાથ, રમો રસ રીતે...૬
 

મૂળ પદ

ચાલો ચાલો સૈયરનો સાથ, વૃંદાવન જઈએ રે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

અજાણ સ્વરકાર
અજાણ
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ધાની
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
ભક્તિ રસ
Studio
Audio
0
0