વાલી લાગે વાલમ તારા મુખની વાણી રે મુખની વાણી શ્રવણે સુણી હું લોભાણી રે ..૨/૪

વાલી લાગે વાલમ તારા મુખની વાણી રે,
	મુખની વાણી શ્રવણે સુણી હું લોભાણી રે	...ટેક.
મુખની વાણી સાંભળી તજી ચંચળતાઈ રે,
	સ્થિર થઈને નિત્ય સેવે ચરણ રમા ડાહી રે	...વાલી૦ ૧
મુખની વાણી સાંભળી રાચ્યા સુંદર રૂપે રે,
	જગતસુખને પરહરી લીધો ભેખ ભૂપે રે	...વાલી૦ ૨
વાણી સાંભળી સનકાદિકે લીધી હૈયે ધારી રે,
	ધરથી ઘર ન માંડિયું રહ્યા બ્રહ્મચારી રે	...વાલી૦ ૩
મુખની વાણી સાંભળી મારે પ્રીત બંધાણી રે,
	પ્રેમાનંદ કહે તન મન કરું કુરબાણી રે	...વાલી૦ ૪
 

મૂળ પદ

શોભાસાગર શ્યામ તમારી

મળતા રાગ

પ્રભાતી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
સુપ્રભાતમ્
Studio
Audio
0
1