લાલચ લાગી રે, બેની મુને લાલચ લાગી રે જોઇને જાદવરાય; ૧/૪

લાલચ લાગી રે, બેની મુને લાલચ લાગી રે;
	જોઈને જાદવરાય, મુને લાલચ લાગી રે	...જોઈ૦ ૧
સુંદર મુખ સોહ્યામણું, શોભે સુંદર વાણી રે;
	સુંદરવરની ચાલમાં, બેની હું લોભાણી રે	...જોઈ૦ ૨
ગુણવંતાના ગીતમાં, મારું ચિત્ત ચોરાણું રે;
	એ વિના હું બીજું, બેની કાંઈ ન જાણું રે	...જોઈ૦ ૩
સાન કરી મુને શ્યામળે, આવીને ઓરે રે;
	દિલડું મારું ડોલિયું, એને ફૂલને તોરે રે	...જોઈ૦ ૪
જમુના પાણી હું ગઈ, મળ્યા વચમાં માવો રે;
	બ્રહ્માનંદના નાથથી, થયો નેણ મેલાવો રે	...જોઈ૦ ૫
 

મૂળ પદ

લાલચ લાગી રે, બેની મુને લાલચ લાગી રે;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


લગની લાગી
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ચારુકેશી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
પરંપરાગત
પ્રભાતિયા - ૨
Studio
Audio
0
0