Logo image

સદા જોવી તમારી મૂર્તિ રે, નથી મેલવી મારા ઉરથી રે

સદા જોવી તમારી મૂર્તિ રે, નથી મેલવી મારા ઉરથી રે;
તમે ક્યાંથી મળો આવા મોટા રે, માટે ન ઘડવા ઘાટ ખોટા રે...૧
પંચવિષયથી મન વાળી રે, સદા માણવી મૂર્તિ રૂપાળી રે;
તવ મૂર્તિ સુખ ભંડાર રે, તેની સાથે થયો મને પ્યાર રે...૨
મહા અલૌકિક રૂપ તારું રે, એમાં રાખવુ છે મન મારું રે;
સદા સ્નેહે તમને સંભારું રે, જ્ઞાન હેતે હૈયામાં ઉતારું રે...૩

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
સ્તુતિ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કીર્તનમાળા-૧
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026