શ્યામની છબી રે સખી શ્યામની છબી;૧/૪

શ્યામની છબી રે, સખી ! શ્યામની છબી;
	જોને ફૂલડાંથી છાઈ સખી ! શ્યામની છબી	...ટેક.
ફૂલોના તોરાની ફોરે, ભ્રમર કરે ગુંજાર;
	અંગોઅંગ હરિને શોભે, ફૂલોના શણગાર		...શ્યામ૦ ૧
કાનુમેં ફૂલડાંનાં કુંડળ, ફૂલોના ભુજબંધ;
	ફૂલતણા ગજરા ફાવે છે, સુંદર માંહી સુગંધ	...શ્યામ૦ ૨
ફૂલતણો શિર મુગટ જોઈને, મગન ફરે વ્રજનાર;
	ફૂલતણી શોભા પર જાયે, બ્રહ્માનંદ બલિહાર	...શ્યામ૦ ૩
 

મૂળ પદ

શ્યામની છબી રે સખી શ્યામની છબી;

મળતા રાગ

ગોડી ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સમૂહગાન
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


માંકે મોલે આજોજી
Studio
Audio
1
0