માવજી મુજપર ખુબ અઢળક ઢળ્યા માહેરૂં મંદિર ધામ કીધું ..૧/૪

માવજી મુજપર ખુબ અઢળક ઢળ્યા, માહેરૂં મંદિર ધામ કીધું ;
સુખતણા સિંધુ સહજે મળ્યા શ્યામળો, તમથકી માહેરૂં કાજ સીધું. મા૦ ૧
દીન દુબર્ળતણી જાણી તમે, મુજ પર અતિશેજ કીધી ;
દોયલી વેળાના દાસ છો નાથજી, શ્યામળા મારી સંભાળ લીધી. મા૦ ર
જે સંગ નેહ કર્યો તેને નવ વિસરો, ભક્તવત્સળ તમે અધિક રસિયા;
બિદર પોતાતણું સત્ય કરવા તમે, માહેરે મંદિર નાથ વસીયા. મા૦ ૩
આજ અમૃતતણા મેહલા વરસિયા. ભવતણી ભાવટ આજ ભાગી,
આજ મુક્તાનંદ અધિક સુખ ઉપજ્યું તમ સંગ શ્યામ દૃઢ લગન લાગી. મા૦૪

મૂળ પદ

માવજી મુજપર ખુબ અઢળક ઢળ્યા

મળતા રાગ

કેદારો

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી