પ્રીતમજી પ્યારા જીવું છું તમને જોઈને, મૂરતિ તમારી મરમાળી રે વાલા ૪/૪

		પ્રીતમજી પ્યારા જીવું છું તમને જોઈને-ટેક.
મૂરતિ તમારી મરમાળી રે વાલા, તેમાં હેતે રહી છું ચિત્ત પ્રોઈને-૧
તમ સાથે મારે નેહ બંધાણો, તેની ખબર નથી બીજા કોઈને-૨
નિ:શંક થઈને માથે છેડો રે નાખ્યો, કેતાં લોક લજ્જા સર્વે વગોઈને-૩
માથા સાટે તમને વર્યા મોરારી, કુળ મરજાદા સર્વે ખોઈને-૪
સમજી વિચારી મેં તો પગલાં ભર્યાં છે, ચાલી મન મતવાલી હોઈને-૫
બ્રહ્માનંદના વાલા તમને રે જોઈને, મનડું રહ્યું છે જો મોહીને-૬
 

મૂળ પદ

રહ્યું છે મારા હૃદિયામાં રૂપ તમારું

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
નિલાદ્રી ચેટરજી

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
પ્રીતમજી પ્યારા
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
જયસુખભાઈ રાણપરા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0