આંખડલીની અણીયેં, વેંધ્યા વાલે આંખડલીની અણીયેં.૪/૪

૨૧૭૦ ૪/૪ પદ : ૪
આંખડલીની અણીયેં, વેંધ્યા વાલે આંખડલીની અણીયેં. ટેક.
નટવર લાલ રંગીલાનાં નેણાં , બાણ સરીખા ગણીયેં. વેં. ૧
ભીંતર ઘાવ લાગો અતિ ભારી, રાત દિવસ કણકણીયેં. વેં. ૨
દરદીની વાતું તે દરદીડાં જાણે , બેદરદીને શું ભણીયેં. વેં. ૩
બ્રહ્માનંદ કહે એણી પેરે વેંધ્યાં, મણીને ભેદે જેમ મણિયેં . વેં. ૪

મૂળ પદ

મોલીડામાં મોઇ રે, છેલાજીના મોલીડામાં મોઇ.

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સતીષ પટેલ

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી

કીર્તન આરાધના
Live
Audio
0
0