અલબેલારે રંગભીના પિયા, હાંરે રંગભીના પિયારે રંગભીના પિયા૧/૪

 ૨૧૭૯  ૧/૪                 પદ : ૧ રાગ પરજ

અલબેલારે રંગભીના પિયા, હાંરે રંગભીના પિયારે રંગભીના પિયા.                અ. ૧
ગિરિધર શોભે રૂડી પાઘ ગુલાબી, હાંરેતોરા ફૂલતણાં રે શિર પર ઝુકિયા.        અ. ૨
ફૂલ તણા રે ગજરાની ફોરે, હાંરે માથે ભમર ભમેરે મદના છકિયા.                  અ. ૩
અજબ નવલ સિંહાસન ઉપર, હાંરે આવી બેસોને નાખી ગાદી તકિયા.            અ. ૪
બહુનામી રે મુને હેતે બુલાવો, હાંરે બ્રહ્માનંદના રે વાલા રસિયા.                      અ. ૫
 

મૂળ પદ

અલબેલારે રંગભીના પીયા, હાંરે રંગભીના પીયારે રંગભીના પીયા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અર્થકુમાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
પ્રીતમજી પ્યારા
Studio
Audio
0
0