નાગર નંદના રે, મારે તમથી લાગી પ્રીત ૨/૪

નાગર નંદના રે, મારે તમથી લાગી પ્રીત;
	તમથી લાગી પ્રીત, મારું ચોરી લીધું ચિત્ત		...નાગર૦ ટેક.
ફૂલનો તોરો સુંદર ફાવ્યો, પાઘનો આવ્યો તાલ;
	પાતળિયા અતિ લાગે છે પ્યારાં, લટકાં તારાં લાલ	...નાગર૦ ૧
મોતીડાંના હારની શોભા, વર્ણવી નવ જાય;
	ખાંતિલા તારી આવીને ખુંતી, મૂરતિ અંતરમાંય	...નાગર૦ ૨
અધર ઉપર જાણે કુંકુમ ઢળિયું, દાડમ કળિયું દાંત;
	બ્રહ્માનંદના વાલમા તમથી, ખેલ કર્યાની ખાંત	...નાગર૦ ૩
 

મૂળ પદ

તારી મૂરતિ રે, છે જો નેણુંનો શણગાર

મળતા રાગ

પરજ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


મોરે મંદિર
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હેમંત ચૌહાણ

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


ભજન સરિતા
Studio
Audio
0
0