માહેરૂં ભાગ્ય અતિશેજ અધિક થયું નાથજી તમસંગ નેહ જોડી..૩/૪

માહેરૂં ભાગ્ય અતિશેજ અધિક થયું, નાથજી તમસંગ નેહ જોડી;
તનતણા તાપ સંતાપ સર્વે ટળ્યા, તન ધન જક્તશું પ્રીત તોડી. મા૦ ૧
અસત સુખ પરહરી નાથ તમને વરી, લોકની લાજ નવ ધારી મનમાં;
શૂરાની પેરે તમ સનમુખ ચાલતાં, અધિક આનંદ નવ માય તનમાં. મા૦ર
કોટી બ્રહ્માંડના નાથ કરુણા કરી, શ્રીહરિ માહેરે મોહોલ આવ્યા;
શરણાગતતણા લાડ પાળો સદા, ભક્ત સલ તમે નાથ કહાવ્યા. મા૦ ૩
દેહડી જાય પણ નેહ ન છુટજો, એ વર આપ જો નાથ અમને;
મુક્તાનંદ કહે નાથજી શ્રીહરિ નિમિત ન્યારા નવ મુલું તમને. મા૦ ૪

મૂળ પદ

માવજી મુજપર ખુબ અઢળક ઢળ્યા

મળતા રાગ

કેદારો

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી