પુરુષોત્તમ તમે પ્રગટ મુજને મળ્યા આજ આનંદ ઓધ વળ્યા મારે ..૪/૪

પુરુષોત્તમ તમે પ્રગટ મુજને મળ્યા, આજ આનંદ ઓધ વળ્યા મારે;
અસત્યની આશ સર્વે ઉરથી પરહરી, શ્યામળી થઇ દૃઢ શરણ તારે પુ. ૧
વિષય વાયુ વડે તૃણ જેમ ઉડતી, માવજી મેરૂને તુલ્ય કીધી;
કોટિ બ્રહ્માંડના નાથ કર સાઇને, અચળ પદવી મને આજ દીધી. પુ. ર
હાસ વિનોદ બહુ હેત દેખાડતા, મહાપ્રભુ આવીયા મહોલ મારે;
નટવર અલૌકિક રૂપ નિહાળતાં, રસિયાજી રાચી હું રંગ તારે. પુ. ૩
દુઃસહદુઃખ કાપીયું અખંડ, અસ્થિર સ્થિર સ્થાપીયું છેલ રસિયા;
કહે છે મુક્તાનંદ સર્વે કાસળ ટળી, માહેરે મંદિર નાથ વસીયા. પુ. ૪

મૂળ પદ

માવજી મુજપર ખુબ અઢળક ઢળ્યા

મળતા રાગ

કેદારો

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી