એના મુખની મુને લાગી મોહની, અધક્ષણ મેલ્યો નવ જાય;૨/૪

 ૨૨૪૪  ૨/૪ પદ : ૨

એના મુખની મુને લાગી મોહની, અધક્ષણ મેલ્યો નવ જાય;
છબીલો છોગાળો.  ટેક.
વાલો મીઠી વજાડે મોરલી , માંહીં મધુરે મધુરે સુર ગાય.  છ. ૧
મુને ભૂરકી નાખી કઇ ભાતની, ઘર કામ ન લાગે હાથ.  છ. ૨
ચિત્ત લીધું નયણની ચોટમાં, નિશદિન ડોલે એની સાથ.  છ. ૩
રાતો માતો ગોવાળાના સંગમાં, કરે વનમાં નવલ વિહાર.  છ. ૪
મુને લાલચ લાગી લાલની, મારા નયનતણો શણગાર. છ. ૫
એની કામણગારી રે આંખડી, વળી કામણગારી ચાલ. છ. ૬
મુને ઘેલી કીધી રે ગોવાલીડે, હેલી જોને તું મારા હાલ.  છ. ૭
વહાલે વનમાં વજાડી રે વાંસળી, કાંઇ મંત્ર ભણ્યા તે માંય .  છ. ૮
મારી સાંભળતાં સુધ વિસરી, મુને એ વિના ક્ષણું ન રેહેવાય.  છ. ૯
એને દીઠા થકી સુખ ઉપજે, વણ દીઠે સુખ નવ હોય.  છ.૧૦
બ્રહ્માનંદ કહે મુને વિક્રલે , એવા કામણ કીધા કોય.  છ. ૧૧.

મૂળ પદ

ચાલ ચાલ સખી વૃંદાવન જાયે, , ત્યાં વાલો વજાડે વેણ;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી